બ્રેકિંગ@ગુજરાત: મહેસાણા-પાટણ અને બનાસકાંઠા સહિત આ વિસ્તારોમાં 3 દિવસ માવઠાની આગાહી

 
Havaman

અટલ સમાચાર, ડેસ્ક

વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે આગામી પાંચ દિવસ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે પવન ફૂંકાવાની આશંકા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. કારણ કે, ભેજવાળી હવાને કારણે રાજ્યમાં વાદળો બંધાવવાની શરૂઆત થઇ ગઇ છે. જ્યાં વરસાદ થશે ત્યાં વીજળી પણ થઇ શકે છે. આજે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી, ડાંગના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી છે.

27મી તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 28મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દેવભૂમિ દ્નારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, ડાંગના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

29મી તારીખે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત, દાહોદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30મી તારીખે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગરના અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.