દુર્ઘટના@મહેસાણા: બાઈક અને છોટાહાથી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોનાં મોત
17 વર્ષીય પુત્ર નોંધારો બન્યો
Oct 20, 2023, 17:39 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના ખેરાલુમાં માર્ગ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયાં છે. ખેરાલુના ખેરપુર ગામનો પરિવાર બાઈક પર સવાર થઈ કાલે દાસજ ગોગા મહારાજનાં દર્શનેથી પરત ફરી રહ્યો હતો. તે સમયે બાઈક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
પિતા, પુત્ર અને માતાનું મોત થતાં હાઈવે લોહિયાળ બન્યો હતો. તો પરિવારમાં એક 17 વર્ષીય પુત્ર નોંધારો બન્યો છે. હાલ તો સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આજે મૃતકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.