બનાવ@રાજકોટ: દ્વારકેશ પાર્કનાં ગેટ પાસે વૃક્ષ ધરાશાયી થતા 3 વ્યક્તિ માંડ બચ્યા

 ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી
 
બનાવ@રાજકોટ: દ્વારકેશ પાર્કનાં ગેટ પાસે વૃક્ષ ધરાશાયી થતા 3 વ્યક્તિ માંડ બચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ વ્રુક્ષો ધરાશાયી થયા છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે શહેરના વોર્ડ નં-13માં દ્વારકેશ પાર્કનાં ગેટ પાસે તોતિંગ ઝાડ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી.

આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનાં જણાવ્યા મુજબ આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ સહેજમાં બચી ગયા હતા. જેને પગલે સદનસીબે જાનહાનિ ટળી હતી. આ અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. પરંતુ તેઓની પાસે કુહાડી સિવાય કોઈ આધુનિક હથિયાર ન હોવાને કારણે ભારે મુશ્કેલી પડી હોવાનો આક્ષેપ પણ તેઓએ લગાવ્યો હતો.