દુર્ઘટના@પાટણ: બસ અને બાઇક વચ્ચેના ભયાનક અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યા

અકસ્માત સર્જાયા બાદ બાઇકમાં આગ લાગવાની ઘટના પણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.
 
દુર્ઘટના@પાટણ: બસ અને બાઇક વચ્ચેના ભયાનક અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. પાટણ જિલ્લાના સમી- રાધનપુર હાઇવે પર જલાલાબાદ ના પાટીયા પાસે એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાતા બાઈક પર સવાર 2 ઇસમો સહિત અન્ય 1મહિલા મળી કુલ 3 લોકોના મોત નીપજયા હોવાનું જાણવા મળ્યું છે. તો અકસ્માત સર્જાયા બાદ બાઇકમાં આગ લાગવાની ઘટના પણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ માર્ગ અકસ્માતના બનાવવાની મળતી હકીકત મુજબ દિયોદર વડોદરા એસટી બસ રાધનપુર થી નીકળીને સમી તરફ જઈ રહી હતી ત્યારે જલાલાબાદ ગામના પાટીયા નજીક સમી થી કડીયા કામ પતાવી રાધનપુર તરફ બાઈક પર સવાર ત્રણ લોકોનેએસ.ટી.બસ સાથે અકસ્માત સજૉતા બાઈક પર સવાર ત્રણ લોકો પૈકીના બે પુરુષો રોડ પર પટકાયા હતાં જયારે મહિલા ફંગોળાઈને રોડ સાઈડના ખાડામાં પટકાતાં ત્રણેય ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.

એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માત બાદ બાઈકમાં આગ લાગતા હાઇવે પર અફડા તફડીનો માહોલ સર્જાયો હતો તો બાઈક સળગવા ના કારણે એક મૃતક ના વાળ પણ બળી ગયા હતા. અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય ઈસમો પૈકી ઠાકોર મુકેશજી રાજુજી રહે.જેતલપુરા, દેવીપુજક પ્રવીણભાઈ જામાભાઈ દેવીપુજક અને મંજુલાબેન ગંગારામભાઈ બન્ને રહે. રાધનપુર રવિધામ વાળા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતને પગલે ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવી ૧૦૮ ને જાણ કરી હતી તો સમી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશો ના પંચનામા કરી તેને પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.