દુર્ઘટના@પાટણ: સમી નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 3 લોકોના મોત

  ઘટનામાં અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા. 
 
 દુર્ઘટના@પાટણ: સમી નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 3 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણના સમી નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનામાં અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા. મહિલા કોન્સ્ટેબલ સહિત ૩ લોકોના મોત થયા છે. મહત્વની વાત એ છે કે CM બંદોબસ્તમાંથી પરત ફરી રહેલ મહિલા કોન્સ્ટેબલ અને તેમના પતિનું મોત થયું છે. ઇકો કારમાં રહેલ બાળકીનું પણ મોત થયું છે.

મહિલા કોન્સ્ટેબલ તેમના પતિ સાથે કારમાં CM બંદોબસ્ત માટે આવ્યા હતા. જોકે બંદોબસ્તમાંથી પરત ફરતા રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો. સમી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સટેબલ અને પતિનું મોત થયુ છે. ઇકો કારમાં રહેલ બાળકીનું પણ મોત થયું છે. 

મહત્વનુ છે કે પાટણના સંડેર ગામ ખાતે ખોડલધામ સંકુલના ભૂમિપૂજન સમારોહમાં CM ભુપેન્દ્ર પટેલ UPના રાજ્યપાલ આનેદીબેન પટેલ સહિત મહાનુભાવો અને ખોડલધામ પ્રણેતા નરેશ પટેલ સહિત રાજકીય નેતાઓ મંત્રીઓ સામાજીક આગેવાનો હજાર રહ્યા હતા. જોકે આ કાર્યક્રમના બંદોબસ્ત માંથી પરત ફરી રહેલા મહિલા કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો હતો. જેમાં મહિલા કોન્સ્ટેબલ સહિત તેમના પતિનું પણ મોત થયું છે. ઇકો કારમાં સવાર એક બાળકનું પણ મોત થયું છે.