રિપોર્ટ@ભુજ: ચાઈનાક્લેના મિનરલ્સ પ્લાન્ટમાં પિતા-પુત્ર સહિત 3લોકોના મોત નીપજ્યા
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Aug 25, 2024, 11:36 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ અમે આવતી હોય છે. ભુજના ધાણેટીમાં ચાલતા ચાઈનાક્લેના મિનરલ્સ પ્લાન્ટમાં પિતા-પુત્ર સહિત ત્રણના મોત થયા છે. મિનરલ્સ પ્લાન્ટમાં 10 વર્ષીય બાળક રમતા રમતા કોઈ કારણોસર મશીનમાં આવી જતા બૂમાબૂમ થઈ હતી. જેથી તેને બચાવવા તેના પિતા અને ભાગીદાર દોડી આવ્યા હતા. આ સમયે રેતીનો ઢગલો તેમના માથે ધસી પડતા તેઓ બે પણ દટાઈ ગયા હતા.
બાદમાં ત્રણેયને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૂળ રાપર તાલુકાના કલ્યાણપર ગામના ગોવિદભાઈ પટેલ વર્ષ 2008થી ભુજના ધાનેટી નજીક ચાઇનાકલે પ્રોસેસ કરવાની ફેકટરી ધરાવતા હતા. હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.