દુર્ઘટના@જામનગર: ટ્રકમાં અડધી કાર ઘૂસી જતા 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા

 ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી
 
દુર્ઘટના@જામનગર: ટ્રકમાં અડધી કાર ઘૂસી જતા 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. જામનગર નજીક જોડિયા તાલુકા મથકને જોડતા સચાણા ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં 3વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે. ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેથી કારનો આગળનો ભાગનો ફૂરચો બોલી ગયો હતો. જામનગરની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય 1 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલેન્સ દ્વારા જી. જી. હોસ્પિટલ ખસેડાયા હતા.


જામનગર-જોડિયા હાઈવે આજે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જામનગર તાલુકાના સંચાણા ગામ નજીક આવેલા અને જોડિયા ધોરી માર્ગ પર એક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રકમાં અડધી કાર ઘૂસી ગઈ હતી. જેથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 1ને ગંભીર ઈજા પહોંચી છે. આ તમામ લોકો કારમાં સવાર હતા.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો આગળનો ભાગનો ફૂરચો બોલી ગયો હતો. જેમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઈ રહી છે. ફાયરની ટીમે પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘાયલ થયેલા ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આ ગંભીર અકસ્માતના બનાવને પગલે ઘટના સ્થળ પર ચાર જેટલી 108 પણ પહોંચી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી છે.