બનાવ@ભાવનગર: ચેકડેમમાં પડેલા 3 યુવાનો ડૂબી જતાં મોત નીપજ્યા,પરીવારવાર શોકનું મોજુ ફરી વળ્યું

 ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું, 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર  મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.  ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલ ચેકડેમમાં ન્હાવા પડેલા ગામના ત્રણ યુવાનો ડૂબી જતાં ત્રણેય યુવાનોના મોત થયા છે, ધુળેટીના પર્વ પર બનેલ ઘટનામાં નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું,

સમગ્ર બનાવની કરૂણાંતિકા અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના મણાર ગામના ત્રણ યુવાનો ચેકડેમમાં ન્હાવા પડતા ઉંડા પાણીમાં ડૂબી જતાં ત્રણેયના મોતને પગલે ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું, મુકેશ બાબુભાઈ મકવાણા, રવિ તુલસીભાઈ કુડેચા અને રવિ ધરમશિભાઈ મકવાણા ત્રણેય યુવાનો ની ઉમર 30 વર્ષ ની હોવાનું અનુમાન છે.

ધુળેટીના પર્વ પર ત્રણેય યુવાનો ચેકડેમમાં ન્હાવા પડ્યાં હતાં પરંતુ ત્રણેય યુવાનો ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા, આસપાસના લોકો ને જાણ કરતાં લોકો મદદે દોડી આવ્યા હતા અને તળાજા પોલીસને જાણ કરતાં તળાજા ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તરવૈયા ઓએ મૃતકોની શોધખોળ હાથ ધરી હતી, દરમ્યાન ત્રણેય હતભાગીઓના મૃતદેહ ઉંડા પાણી માથી શોધી કાઢ્યા હતાં અને પોલીસને સોંપતા પોલીસે ત્રણેય લાશનું પંચનામું કરી મૃતદેહોને પીએમ માટે તળાજા ની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં, આ ઘટનાને પગલે નાનકડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.