ભ્રષ્ટાચાર@બારીયા: આ ગામે નરેગાના રોડમાં મહાકૌભાંડ, રૂ.200 લેબર ખર્ચ સામે 4 લાખનું મટીરીયલ

નાણાંકીય વર્ષ 2023-24 દરમ્યાન આ ગામમાં અનેક માટી મેટલ રોડ મનરેગા હેઠળ મંજૂર થયા હતા ત્યારે સ્થળ ઉપર કામગીરીમાં ભયંકર લાલિયાવાડી થયેલી છે.
 
ભ્રષ્ટાચાર@બારીયા: આ ગામે નરેગાના રોડમાં મહાકૌભાંડ, રૂ.200 લેબર ખર્ચ સામે 4 લાખનું મટીરીયલ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


મનરેગા યોજના બનાવનાર સચિવોએ ખૂબ કાળજી રાખીને પારદર્શક કામો થાય તેવી સિસ્ટમ તૈયાર કરેલી છે, પરંતુ ભ્રષ્ટાચારના માહિરો પારદર્શકતાને પણ ચેલેન્જ આપી કૌભાંડ કરી રહ્યા છે. બહુ ગાજેલા લવારીયા ગામમાં મનરેગાના કૌભાંડ બાદ તદ્દન પાડોશી ગામમાં પણ નરેગાનું મહા કૌભાંડ સામે આવ્યું છે. આ ગામમાં મટીરીયલનો બોગસ વેપાર કરવા/કરાવવા રોજગારીનું તો બાળમરણ કરી દીધું છે. રોજગારીનું બાળમરણ એટલે કે રૂ. 200 ના લેબર ખર્ચ સામે 3.90થી વધુનું મટીરીયલ ખર્ચ થયું છે. કોઈપણ સંજોગોમાં માટીમેટલ રોડમાં 200 કે 400 રૂપિયાનું લેબર થાય નહિ. નરેગા રોજગારીની યોજના છે એટલે માટીમેટલ રોડમાં ભલે 60:40 નો રેશિયો ના જળવાય છતાં કોઈપણ સ્થિતિમાં રૂ.200થી 400 નું લેબર શક્ય નથી. એકમાત્ર ભ્રષ્ટાચારના ઈરાદે આ ગામમાં એક નહિ પરંતુ અનેક રોડમાં કૌભાંડી ટોળકીએ કેવીરીતે અને કેમ સિસ્ટમને ચેલેન્જ આપી ભ્રષ્ટાચાર કર્યો તેનો સ્પેશ્યલ રિપોર્ટ.

ભ્રષ્ટાચાર@બારીયા: આ ગામે નરેગાના રોડમાં મહાકૌભાંડ, રૂ.200 લેબર ખર્ચ સામે 4 લાખનું મટીરીયલ

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના લવારીયા બાદ નાની મંગોઈ ગામમાં નરેગાનો ચોંકાવનારો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. નાણાંકીય વર્ષ 2023-24 દરમ્યાન આ ગામમાં અનેક માટી મેટલ રોડ મનરેગા હેઠળ મંજૂર થયા હતા ત્યારે સ્થળ ઉપર કામગીરીમાં ભયંકર લાલિયાવાડી થયેલી છે. એસ્ટિમેન્ટ મુજબ અને મટીરીયલના ખર્ચ મુજબ 3થી4 રસ્તાઓ ના હોવાનું સામે આવ્યું છે. નજીવી માટી, કપચી ઠાલવી એક રોડના 3લાખ 92હજારથી વધુના મટીરીયલ બીલો મૂકી દીધા અને લેબર માત્ર 200થી 400 રૂપિયા થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. નરેગાની સત્તાવાર વેબસાઇટ મુજબ કુલ 4 વર્કકોડના માટી મેટલ રોડમાં મટીરીયલ ખર્ચની ગ્રાન્ટ ખેંચવા નજીવું લેબર બતાવી દીધું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. નીચેના ફકરામાં વાંચો સૌથી મોટો ખુલાસો.

​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સૂત્રોએ જણાવ્યું હતું કે, નાની મંગોઈ ગામમાં જે એજન્સીએ મટીરીયલ ખર્ચ સરકારને આપ્યું છે તે એજન્સીએ અગાઉ લવારીયા ગામમાં પણ લાખો કરોડોના મટીરીયલ બીલો મનરેગા હેઠળ સરકારમાં રજૂ કર્યા હતા. હવે લવારીયા ગામમાં કૌભાંડ સાબિત થયું છે ત્યારે એન.જે એન્ટરપ્રાઈઝ નામની એજન્સી સામે કૌભાંડના સવાલો ફરી એકવાર ઉભા થયા છે. આ બાબતે નવા વરાયેલા સરપંચ જશવંત બારિયાને પૂછતાં જણાવ્યું કે, કામો પૂર્ણ નથી પરંતુ ઓનલાઇન કામો પૂર્ણ થયાનુ બતાવે છે તે સીસી ઉપરથી મારી છે. આથી અમોએ તાત્કાલિક અસરથી ગ્રામ રોજગાર સેવક મિતુલભાઇનો સંપર્ક કર્યો પરંતુ જીઆરએસ દ્રારા ઈરાદાપૂર્વક ફોન ઉપાડવાનું ટાળ્યું હતુ. નવા ટીડીઓ અથવા જીલ્લાના બાહોશ ડીડીઓની ટીમ તાત્કાલિક અસરથી નાની મંગોઈ ગામમાં મનરેગાના આ રોડની તપાસ કરે તો ફોજદારી કાર્યવાહી થાય તેવું કૌભાંડ છે. હવે બીજા ન્યૂઝ રીપોર્ટમાં કૌભાંડીઓના નામો જાણવા પ્રયાસ કરીશું.