બનાવ@ગુજરાત: એક જ પરિવારના 4 સભ્યોએ રેલવે ફાટક પાસે જઇ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો
સામૂહિક આપઘાત કર્યો
Jul 11, 2024, 09:18 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના 4 સભ્યએ રેલવે ફાટક પાસે જઇ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે.
જામનગરનાં માધવબાગ-1માં રહેતાં અશોક જેઠાભાઈ ધુંવા, લીલુબેન અશોકભાઈ ધુંવા, જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા અને કિંજલબેન અશોકભાઈ ધુંવા નામના એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો.
નાના એવા ધારાગઢ ગામ પાસેથી મૃતદેહ મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ. પોલીસે ઘટનાસ્થળ પર જઈ ચારે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કલ્યાણપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી આપઘાત કરવાનું કારણ જાણવા ચારે દિશામાં તપાસ હાથ ધરી છે.