છેતરપિંડી@પાટણ: વેપારી સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડીમાં 4 લોકો ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં છેતરપિંડીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીનાં બનાવો સામે આવતા હોય છે. પાટણના જય વીરનગર ત્રણ રસ્તા પાસે જે.વી.સી કોમ્પ્યુટર સેલ્સ અને સર્વિસની દુકાન ધરાવતા પંકજકુમાર પ્રવિણચંદ્ર ગાંધી સાથે લંડન એરલાઇન રેટિંગમાં ઓનલાઇન બિઝનેસમાં જોડવાની અને રૂપિયા કમાવવાની લાલચ આપી તેમની પાસેથી રૂ.1.29 કરોડ ટુકડે ટુકડે જે તે ખાતાઓમાં જમા કરાવી પંકજ ગાંધીને આર્થિક ફાયદો ન કરાવી તેમની સાથે સાયબર છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે મીડિયેટર અને એકાઉન્ટ ધારક 4 શખ્સોની પાટણ સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી પાટણ ખાતે લાવ્યા હતા. જોકે મુખ્ય સૂત્રધાર હજુ પકડાયો નથી પોલીસ તેની તપાસમાં છે.
આ કેસમાં પકડાયેલા 4 શખ્સો એકાઉન્ટ ધારક અને મીડીયેટરમની ભૂમિકામાં છે. ચાર પૈકી ત્રણને પાટણની કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને જયૂડીસીઅલ કસ્ટડીમાં મોકલ્યા હતા જ્યારે મહિલા આરોપી રચના ગાંધીના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરી હતી.
રચનાબેન ગાંધીને પોલીસે જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી પાટણ લાવવામાં આવી હતી. તેની સાથેના અન્ય ત્રણ આરોપી પૈકી શિવાનીબેન કંસારા અને બે પુરુષ આરોપીમાં રાજન ચૌહાણ અને પ્રતીક પંચાલને પોલીસે અટક કરી પાટણની કોર્ટમાં રજૂ કર્યા હતા.તેમના રિમાન્ડ માગ્યા ન હતા તેમને કોર્ટે જયુડીસીયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.