ગુનો@મોરબી: નગરપાલિકાના કર્મચારી સાથે ૪ શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દિધા

હાલ જીતેન્દ્રભાઈ સારવાર હેઠળ છે
 
ગુનો@મોરબી: નગરપાલિકાના કર્મચારી સાથે  ૪ શખ્સોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દિધા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નોંધાવી છે કે જીતેન્દ્રભાઈ મોરબી નગરપાલિકામાં ભૂગર્ભ ગટરની મોટર ચાલુ બંધ કરવાની નોકરી કરે છે.તા.૧૨ ના રોજ રાતના સાડા બારેક વાગ્યાના અરશામાં તેઓ સ્કાય મોલમાં ફિલ્મ નિહાળીને પોતાના ઘરે આવતા હતા. એ વખતે મતવા ચોકપીરની દરગાહ પાસે રબારી વાસ શેરી નંબર-૩ના નાકા પાસે આવતા તેમણે નિહાળ્યું હતું કે તેમના નાનાભાઈ સંજય સાથે આરોપી ભાવેશ ઝઘડો કરી રહ્યો છે.

જેથી જીતેન્દ્રભાઈ ત્યાંથી પસાર થતાં આરોપી ભાવેશે તેમને અટકાવ્યા હતા.. જ્યારે આરોપી જીતેન્દ્રએ ફરિયાદી જીતેન્દ્રભાઈને પકડી રાખ્યા હતા અને આરોપી ભાવેશે પોતાના હાથમાં રહેલ છરી વડે આવેશમાં આવીને જીતેન્દ્રભાઈની પીઠ પર એક બાદ એક ઘા માર્યા હતા.

જેને પગલે જીતેન્દ્રભાઈની પીઠમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. એ સમયે અન્ય બે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ભાવેશભાઈનું ઉપરાણું લઈને જીતેન્દ્રભાઈને ઢીકા પાટુનો ઢોરમાર મારવા લાગ્યા હતા. એ સમયે બંને ભાઈઓએ દેકારો કરતા ચારેય આરોપીઓ તેમને ગાળો આપીને ત્યાંથી જતા રહ્યા હતા. હાલ જીતેન્દ્રભાઈ સારવાર હેઠળ છે. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે