ઉત્તર ગુજરાતઃ 3 જિલ્લાના 4000 બેંક કર્મીઓએ પડતર માંગણીઓ મુદ્દે આ તારીખે હડતાળનું એલાન કર્યુ

બેંક ઇન્ડિયનની સંયુક્ત સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને ફરી લડતનું એલાન આપ્યું છે. તેના ભાગરૂપે આગામી 27 મીએ તમામ બેંકોના સ્ટાફે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.
 
bnk

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના 4000 બેંક કર્મીઓએ પડતર માંગણીઓ મુદ્દે હડતાળનું એલાન કર્યુ છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયનના દ્વારા આગામી 27મી જૂને પેન્શન સહિતની પડતર માંગણીઓના મુદ્દે હડતાલનું એલાન અપાયું છે. ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની 500 જેટલી બેન્કોના લગભગ 4000 જેટલા કર્મચારીઓનો સ્ટાફ આ હડતાળમાં જોડાશે.આ હડતાળને પગલે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન અટકી જશે. બેંકના ગ્રાહકોએ પોતાના મહત્વના કામો 24 મી જૂન સુધીમાં જ પૂરા કરી લેવા પડશે.

 
બેંક યુનિયનના હોદ્દેદારો એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની સરકારે ખાતરી આપ્યા બાદ પણ તેનું કોઇ નિરાકરણ ન આવતા આખરે બેંક ઇન્ડિયનની સંયુક્ત સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને ફરી લડતનું એલાન આપ્યું છે. તેના ભાગરૂપે આગામી 27 મીએ તમામ બેંકોના સ્ટાફે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.

માંગણી સ્વીકારવામાં આવે તો હડતાળ અટકી શકે
મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની 11 બેંકોની 500 બ્રાન્ચના 4000 કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. જોકે, 27 જૂન પૂર્વે કન્સીલેશન ડેટા આવ્યાં બાદ તેની મિટિંગમાં કોઈ માંગણી સ્વીકારવામાં આવે તો હડતાળ અટકી શકે છે.