ચૂંટણી@ગુજરાત: મધ્ય ગુજરાતની 8 બેઠક પર 47.72 ટકા મતદાન થયું

 
ચૂંટણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. લોકો મતદાન કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના 7માંથી 3જા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. 12 રાજ્યની 94 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, તેમાં રાજ્યની 26માંથી 25 બેઠકનું મતદાન સામેલ છે.

રાજ્યના હાદૃ એવા મધ્ય ગુજરાતની 8 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી 47.71% મતદાન થયું છે. આ પહેલાં સવારે 7થી 9 વાગ્યા દરમિયાન આઠેય બેઠક પર સરેરાશ 9.60%, સવારે 11 વાગ્યા સુધી 23.80% અને સવારે 9થી બપોરના 1 વાગ્યા સુધી 38% મતદાન થયું હતું.

જેમાં રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદની બે બેઠકો પૂર્વ અને પશ્ચિમ, વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. છેલ્લી બે ટર્મથી આ આઠેક બેઠકો પર ભાજપનો કબજો રહ્યો છે. ત્યારે આ વખતે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન તે લોકોના મિજાજ પર નિર્ભર છે. લોકોના મિજાજ ઉપરાંત હવામાન પર ગરમ રહેશે, બપોરથી કાળઝાળ ગરમી પડશે.