ચૂંટણી@ગુજરાત: મહેસાણા બેઠક પર 48.15 % મતદાન થયું, જાણો વધુ વિગતે

 મતદારો માટે મંડપ બંધાયો

 
ચૂંટણી@ગુજરાત: મહેસાણા બેઠક પર 48.15 % મતદાન થયું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આખા રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. તમામ લોકો મતદાન કરી રહ્યા છે.  સવારે સાત વાગ્યાથી મતદાન મથકોએ મતદારોએ લાઇનો લગાવી છે. મહેસાણા લોકસભા બેઠક પર ભાજપે હરિભાઇ પટેલને તો કોંગ્રેસે રામજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. આ બેઠકમાં ‌સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠક મહેસાણા, વિસનગર, બેચરાજી, વિજાપુર, ઊંઝા, કડી, માણસ 17 લાખ ઉપરાંતના મતદારો પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સહભાગી થવાના છે.

આ લોકસભામા વિધાનસભા દીઠ ઊભા કરેલા કુલ 1802 બુથ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ 1802 મતદાન મથકો પૈકી સખી મતદાન મથકો, દિવ્યાંગ મતદાન સંચાલીત અને યુવા સંચાલિત મતદાન મથકો છે‌. જેમાં કુલ 14 હજારથી વધુ પોલિંગ સ્ટાફ ખડેપગે રહી ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે‌.

આ ઉપરાંત આ તમામ બુથ પર પોલીસ, GRD, હોમગાર્ડ, SRP જવાનોનો સ્ટાફ ફળવાયેલો છે. જેમાં સીસીટીવીથી મોનીટરીંગ લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ 7 વિધાનસભાના કુલ મતદારો 1766272 મતદારોની વાત કરીએ તો તેમાંથી સ્ત્રી મતદાર 8,56,596 અને પુરુષ મતદારો 0.09.676 છે‌.85થી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 37266 છે. આજે સાંજે 6 કલાક સુધી આ તમામ મતદારો મતદાન કરશે.