બનાવ@સુરેન્દ્રનગર: ટ્રેલર અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા

અકસ્માતથી ઉમરડાનું પીકઅપ સ્ટેન્ડ ધરાસાઇ થઇ ગયુ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. મૂળી થાન રોડપર દશ જેટલામુસાફર ભરેલ ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે કોઇ કારણસર અકસ્માતથી નીચે ઉતરી જતા બધાનો જીવ તાળવે ચોટી ગયો હતો. અને ભાગદોડ મચી ગઇ હતી. જેમાં પાંચ જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પરંતુ સદ્નસિબે મોટી જાનહાની ન થતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

મૂળી તાલુકામાં અકસ્માતનાં બનાવો ખુબજ બની રહ્યા છે. જેમાં મૂળી થાન રોડ પર અવાર નવારઅકસ્માત થઇ રહ્યા છે. આ રોડપર આવો જ વધુ એક બનાવ સામે આવ્યો હતોજેની મળતી વિગતો મુજબ થાનથી મૂળી તરફ આવતી ખાનગી માલીકીની દશ જેટલા મુસાફરો ભરી રામપરડા ગામ પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક કોઇ કારણસર સામેથી આવતા ટ્રેલરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી અકસ્માત સર્જતા ટ્રાવેલ્ માં સવાર મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતા.

જેમાં સવાર પાંચ જેટલા લોકોને નાની મોટી ઇજા પહોંચતા108 દ્રારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ સદ્નસીબે કોઇ મોટી જાનહાની ન થતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જયારે અકસ્માતથી ઉમરડાનું પીકઅપ સ્ટેન્ડ ધરાસાઇ થઇ ગયુ હતુ.