કાર્યવાહી@જુનાગઢ: સિંહ પાછળ કાર દોડાવી વન કર્મી અને વન અધિકારીઓ સામે દાદાગીરી કરનાર શખ્સને રૂા.50 હજારનો દંડ

કાર ચાલક  રૂા.50 હજારનો દંડ ફટકાર્યો
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જુનાગઢ નજીકના બિલખા રોડ પર સિંહોના પાછળ કાર ચલાવી વન કર્મી અને વન અધિકારીઓને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરવાના મુદ્દે ફોરેસ્ટરે પોલીસ ફરીયાદ નોંધાવતા વન વિભાગે કાર ચાલક પ્રતાપ દરબારને રૂા.50 હજારનો દંડ ફટકાર્યો હતો.

બીલખા રોડ પર પાવર હાઉસ નજીક સિંહો ખાણમાં બેઠા હોય સિંહો રસ્તા ઉપર આવી જાય તેવી શકયતાઓને લઈ વન તંત્રનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચેલ વાહનો એકઠા થઈ જતા સિંહો ત્યાંથી પલાસવા ગામની બેલાની ખાણ તરફ જતા રહેલ ત્યારે કાર ચાલક પ્રતાપ દરબાર તેની કાર ચલાવી સિંહોની પાછળ જતો હતો જેને ફોરેસ્ટર દીપુ સોલંકી અને સ્ટાફે અટકાવી સિંહો પાછળ ન જવા સમજાવેલ જેમાં પ્રતાપ દરબારે આરએફઓ સહિતનાઓને ધમકી આપી હતી.

જેની પોલીસ ફરીયાદ થતા પ્રતાપ દરવાજાની અટક કરી વન વિભાગે કાર ચાલક પ્રતાપ દરબારને રૂા.50 હજારનો દંડ અને વન વિભાગ સામે દાદાગીરી કરનાર સામે દાખલારૂપ કામગીરી કરી છે.