ક્રાઈમ@અમરેલી: યુવતીને અંધશ્રદ્ધામાં ફસાવી ભુવા સહિત બીજા 6 શખ્સોએ બળાત્કાર ગુજાર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટની સ્ટરલીંગ હોસ્પિટલની પાછળ આવેલ ધરમનગર વિસ્તારમાં રહેતી એક 22 વર્ષિય યુવતીને અમરેલીમાં રહેતા મુકેશભાઇ ભેસાણીયા, તથા રાધિકાબેન મુકેશભાઇ ભેસાણીયા સહિત 6 જેટલા લોકોએ ભોગ બનનાર યુવતિના ઘરમાં મેલુ છે. તે, તેમને જીવવા નહિ દે, તેવો ડર અને વ્હેમ મનમાં ઉભો કરી દઈ , યુવતીને તથા તેના મમ્મી પપ્પાને વિશ્વાસમા લઇ જુદી જુદી જગ્યાએ જુદા-જુદા સમયે મેલુ દુર કરવાની તાંત્રીક વિઘીના નામે કુલ રૂપિયા 3,13,000 પચાવી પાડી, તેણીના પરિવાર સાથે ઠગાઇ, વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી, યુવતિ સાથે શરીરસંબંધ બાંધવા માટે થઈ તેણીને ડરાવી ધમકાવી,
જો તેણી શરીર સંબંધ નહિ બાંધે તો, તેના દિકરાનો જીવ જતો રહેશે, તેવી બીક બતાવી ધમકી આપી, યુવતિ સાથે તેણીની મરજી વિરુધ્ધ આરોપીએ શરીર સંબંધ બાંધી તેમજ અન્ય આરોપીએ પણ અમરેલી, સીમરણ, સાવરકુંડલા જેવી જગ્યાએ લઇ જઈ તેણી સાથે અન્ય-6 વ્યક્તિઓએ પણ સાથે શરીર સંબંધ બાંધવા માટે આરોપી પતિ પત્નીએ ભોગ બનનાર બહેનને મજબુર કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટની સ્ટરલીંગ હોસ્પિટલની પાછળ આવેલ ધરમનગર વિસ્તારમાં રહેતી એક 22 વર્ષિય યુવતીને અમરેલીમાં રહેતા એક પતિ પત્નિ સહિત 6 જેટલા લોકોએ તેના મમ્મી પપ્પાને વિશ્વાસમા લઇ છેલ્લા પાંચ મહિના પહેલાથી જુદી જુદી જગ્યાએ લઈ જઈ જુદા-જુદા સમયે મેલુ દુર કરવાની તાંત્રીક વિઘીના નામે કુલ રૂ.3,13,000 પચાવી પાડી, ઠગાઇ વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી, આ પૈસા પડાવવા ઘરમાં મેલુ છે તે તેમને જીવવા નહી દે તેવો ડર ધમકી બતાવી, ફરીયાદી બહેન સાથે શરીરસંબંધ બાંધવા તેને ડરાવી જો શરીર સંબંધ નહિ બાંધે તો તેના દિકરાનો જીવ જતો રહેશે તેવી બીક બતાવી ધમકી આપી.
યુવતિ સાથે તેણીની મરજી વિરુધ્ધ આરોપી મુકેશભાઇ ભેસાણીયાએ શરીર સંબંધ બાંધી તેમજ અન્ય આરોપી સુનીલભાઇ રાવળ (રહે.વિસાદવર), દિનેશભાઇ રિબડીયા (રહે.વિસાવદર), તથા એક અજાણ્યો ભુવો (રહે. વિસાવદર) વાળાએ પણ અમરેલી, સીમરણ, સાવરકુંડલા જેવી જગ્યાએ લઇ જઈ તેણી સાથે અન્ય-6 વ્યક્તિઓએ પણ સાથે શરીર સંબંધ બાંધવા માટે આરોપી રાધિકાબેન મુકેશભાઇ ભેસાણીયા, તથા ભારતીબેન પ્રકાશભાઇ ગોંડલીયા (રહે.રાજકોટ) ભોગ બનનાર બહેનને મજબુર કર્યાની ભોગ બનનાર યુવતીએ ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈંઙઈ કલમ 376, 376(ડી), 406, 417, 420, 120(બી), 506(1), 506(2), 34, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઈં/ઈ પોલીસ ઇન્સ. આર.જી. ચૌહાણ હાથ ધરી છે.