દુર્ઘટના@સુરત: ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
તમામને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Jan 7, 2025, 12:41 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાંથી એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હતા. સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડરમાંથી ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા.
મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી. તમામને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગમાં દાઝેલો પરિવાર મકાનના એક રૂમમાં ભાડે રહેતો હતો.
રાત્રિના સમયે રૂમમાં રહેલો ગેસ સિલિન્ડર લિકેજ થયા બાદ સવારના સમયે કોઈ કારણોસર સ્પાર્ક થતા બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હોવાનું ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું છે.