ક્રાઈમ@ભાવનગર: ખેડૂતના રહેણાંક મકાનમાંથી 6.500 કિલો ગાંજો મળતા,પોલીસ ફરિયાદ

પોલીસ ખુદ મોટી રકમ અપાવવા ના બહાને ગ્રાહક બનીને આવેલ હતી. 
 
ક્રાઈમ@ભાવનગર: ખેડૂતના રહેણાંક મકાનમાંથી 6.500 કિલો ગાંજો મળતા,પોલીસ ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ટિમ દ્વારા મળેલ બાતમીના આધારે ભાવનગર જિલ્લાના તળાજાના બોરડા ગામે ખેડૂત ના રહેણાંક ના મકાનમાં રેડ કરી હતી.જેમા પોલીસે અન્ય સરકારી કર્મચારીઓ બે ને સાથેરાખેલ હતા.જેમાં 6.500 કિ. ગ્રા ગાંજો મળી આવતા અન.ડી.પી.એસ એક્ટ હેઠળ દાઠા પોલીસ મથક હેઠળ ગુન્હો દાખલ કરેલ છે.

જિલ્લા પોલીસ વડાની ખાસ ટિમ એસ.ઓ.જી ના પોલીસ કર્મી જયવંતસિંહ વિક્રમસિંહ ચુડાસમા એ દાઠા પોલીસ મથકમાં નોધાવેલ ફરિયાદમાં બોરડા ગામે રહેતા કરશન ખીમાભાઈ શિયાળ(ઉ.વ.42) ના રહેણાંક મકાનમાંથી ગાંજો જેનો વજન 6કિલો,500 ગ્રામ મળી આવેલ જેની કિંમત 65000 થાય છે.

ફરિયાદ મુજબ પોલીસને બાતમી મળી હતી.બોરડા ગામમાં એવી ચર્ચા છેકે આરોપી ઇસમના પરિવારમાંથી ભાવનગર રહેતા હોય તેના દ્વારા કોઈ વ્યક્તિ ને ગાંજો ભાવનગર મા વેચાણ કરેલ.એ વાત પોલીસને મળતા પોલીસ ખુદ મોટી રકમ અપાવવા ના બહાને ગ્રાહક બનીને આવેલ હતી. બધુ જ પાકું કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરી સરકારી પંચો ને સાથે રાખી રેડ કરવામાં આવી હતી.ગામમાં એવી પણ ચર્ચા ચાલી રહી છેકે ગાંજા નું વેચાણ છેલા કેટલાક સમય થી શરૂ કરેલ હતું.આ કેસમાં વજન કાંટા વાળા ને પણ કાયદાકીય કાર્યવાહી માંથી પસાર થવું પડતું હોય છે.ગામડાનો આ ઈસમ ગાંજો તૈયાર કયાંયથી લાવેલ હતો કે પોતાની વાડીમાં જ ઉગાવ્યો હતો તે સહિતની પોલીસ તપાસમાં વિગતો બહાર આવશે.