આદેશ@ગુજરાત: સિવિલ સર્વિસના 8 અધિકારીએ વિકલાંગતા સાબિત કરવી પડશે
ગુજરાત સરકારને પણ આ જ આદેશ મળ્યા છે
Updated: Aug 9, 2024, 09:17 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકાર દ્વ્રારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 8 અધિકારીએ વિકલાંગતા સાબિત કરવી પડશે. મહારાષ્ટ્રમાં બહુચર્ચિત પૂજા ખેડકર કાંડ બાદ હવે કેન્દ્ર સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ પણ સતર્ક બની ગયો છે.
પૂજા ખેડકર જેવા નકલી અધિકારી અન્ય રાજ્યોમાં ન હોય એની તપાસ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દેશનાં તમામ રાજ્યોમાં વિકલાંગતા ધરાવતા કોઈ અધિકારી હોય તો તેની વિકલાંગતા તપાસવા માટેની સૂચના દરેક રાજ્ય સરકારને આપી છે.
ગુજરાત સરકારને પણ આ જ આદેશ મળ્યા છે, જેને પગલે ગુજરાતના 5 IAS, 2 IPS અને 1 IFS મળીને સિવિલ સર્વિસના કુલ 8 અધિકારીએ વિકલાંગતા સાબિત કરવી પડશે.