દાંતાઃ પ્રાથમિક શાળાએ જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધાર લાવવા અપાતી દૂધની થેલીઓ કચરામાં મળી

પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધાર લાવવા જિલ્લા કક્ષાની સહકારી ડેરીયોમાં ભાગીદાર સંસ્થાઓ છે. સરકાર તરફથી વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ દૂધ સંજીવની પર કરવામાં આવતો હોય છે.
 
દૂધ

અટલ સમાચાર, ડેસ્ક

આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યમાં સુધાર લાવવા માટે સરકાર તરફથી દૂધ સજીવની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધાર લાવવા જિલ્લા કક્ષાની સહકારી ડેરીયોમાં ભાગીદાર સંસ્થાઓ છે. સરકાર તરફથી વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ દૂધ સંજીવની પર કરવામાં આવતો હોય છે.


દાંતા નજીક અંતરશા દરગાહ પાસે દૂધ સંજીવનીનો જથ્થો કચરાના ઠેરમાં જોવા મળ્યો છે. આદિવાસી બાળકોને અપાતા દૂધ સંજીવનીનો દુર્વ્યય જોવા મળ્યો છે. દૂધ સંજીવનીનો જથ્થો જે આદિવાસી વિધાર્થીઓમાં કુપોષણ દૂર કરવા માટે અપાતું હોય છે તે દૂધ સંજીવની કચરાના ઠેરમાં જોતા લોકો દ્વારા તપાસની માંગ કરી છે. 1 માસ અગાઉ પણ દાંતામાં દૂધ સંજીવનીના પેકેટો ગટરમાં જોવા મળ્યા હતા. દૂધ સંજીવનીના દુરુપયોગને રોકવા અને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.