મહેસાણાઃ હાઇવે પર ચાલીને જનાર રાહદારીને ઇકોએ ટક્કર મારતા સારવાર દરમિયાન મોત
accident n

અટલ સમાચાર, ડેસ્ક


મહેસાણા જિલ્લાના નંદાસણ નજીક એક રાહદારીને એક ઇકો ગાદીએ ટક્કર મારતા સારવાર દરમિયાન રાહદારીનું મોત નીપજ્યું હતું. આ મામલે હાલમાં નંદાસણ પોલીસ મથકમાં ઇકો ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

નંદાસણ ખાતે રહેતા મહેશ દાંતાણી ગઈકાલે સાંજે ઉમાનગર થી થોડા આગળ આવેલ વાયર કંપની સામે હાઇવે પર ચાલીને જતા હતા એ સમય દરમિયાન (GJ-1-HT-8520)ઇકો ગાડીના ચાલકે તેમણે પાછળથી ટકકર મારી હતી. અકસ્માત દરમિયાન આસપાસના લોકો આવી જતા અકસ્માત કરનાર ગાડીનો ડ્રાઈવર ગાડી રોડ પર મૂકી ફરાર થયો હતો.ભોગ બનનારને ટક્કર વાગતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી..બાદમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના ભાઈએ નંદાસણ પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થનર ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.