ચૂંટણી@વિધાનસભા: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો લગભગ ફાઇનલમાં, ખરાખરીનો જંગ જામશે
Gujarat Congress

અટલ સમાચાર, મહેસાણા 

રાજ્યમાં જેમ જેમ ચુંટણી આવી રહી છે તેમ તેમ હવે દરેક પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો બાદ અનેક બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેવામાં હવે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સૂત્રોનું માનીએ તો ઉત્તર ગુજરાતની ૭ બેઠકો પર ઉમેદવારો રીપીટ થઈ શકે છે. જેમાં વાવ, સિદ્ધપુર, થરાદ, રાધનપુર, પાટણ, બાયડ અને મોડાસા વિધાનસભા ઉપર હાલના ધારાસભ્યો ને જ ટિકિટ મળશે. 

ઉત્તર ગુજરાતની રાજનીતિ ને લઇ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ખાનગી ચેનલ ના રિપોર્ટ મુજબ કોંગ્રેસમાં ઉમેદવારો માટે અંદાજે ૭૦૦થી વધુ દાવેદારો ના ફોર્મ આવ્યા છે. પરંતુ હવે અનેક બેઠકો ઉપર નામ નક્કી જ થઈ ચૂક્યા છે. રિપોર્ટ મુજબ અનેક સીટો ઉપર કોંગ્રેસે હાલ ના જ ધારાસભ્યોને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ તેની પહેલી યાદીમાં 3 નવા ચહેરાઓને સ્થાન આપશે. તેમ ઘણખરા જુના જોગીઓને પણ રિપીટ કરશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકમાં નામો નક્કી થઈ ગયા છે. સિનિયર આગેવાનોની ચૂંટણી લડવાની બાબતે બેઠકમાં આખરી નિર્ણય લેવાઈ ગયો છે. ફક્ત હવે સત્તાવાર જાહેરાત બાકી છે. મહત્વનું છે કે, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, 10 ઓક્ટોબરે કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. સ્ક્રીનિંગ કમિટી અને ઈલેકશન કમિટીની બેઠકોમાં નામો નક્કી થઈ ગયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ કોંગ્રેસ મેદાને ઉતારશે તેમજ જે ધારાસભ્ય જીતતા હશે તેમને જ ટિકિટ મળશે તેવા સંકેત પણ રઘુ શર્માએ આપ્યા છે.

ઉત્તર ગુજરાતની આ બેઠકો ઉમેદવારો લગભગ નક્કી 

વાવથી ગેનીબેન ઠાકોર થશે રિપીટ 

થરાદથી ગુલાબસિંહ રાજપૂત થશે રિપીટ 

રાધનપુરથી રઘુ દેસાઈ થશે રિપીટ 

પાટણથી કિરીટ પટેલ થશે રિપીટ 

સિદ્ધપુરથી ચંદનજી ઠાકોર થશે રિપીટ 

મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોર થશે રિપીટ 

બાયડથી જસુ પટેલ થશે રિપીટ 

ક્યાં દિગ્ગજો લડશે ચૂંટણી?

પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ 

આંકલાવથી અમિત ચાવડાને ટિકિટ 

અમરેલીથી પરેશ ધાનાણીને ટિકિટ 

ખેડબ્રહ્માથી તુષાર ચૌધરીને ટિકિટ 

દાણીલીમડાથી શૈલેષ પરમારને ટિકિટ 

બાપુનગરથી હિંમતસિંહ પટેલને ટિકિટ 

છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવાને ટિકિટ 

વડગામથી જીગ્નેશ મેવાણીને ટિકિટ 

ઉનાથી પુંજા વંશને ટિકિટ 

ખંભાળિયાથી વિક્રમ માડમને ટિકિટ 

ક્યાં ધારાસભ્યો થશે રિપીટ ?

ગાંધીનગર ઉત્તરથી સીટ બદલી CJ ચાવડા વિજાપુરથી લડશે ચૂંટણી 

માણસાથી સુરેશ પટેલ થશે રિપીટ 

કાલોલથી બળદેવજી ઠાકોર થશે રિપીટ 

વિરમગામથી લાખા ભરવાડ થશે રિપીટ 

દરિયાપુરથી ગ્યાસુદીન શેખ થશે રિપીટ 

જમાલપુરથી ઇમરાન ખેડાવાલા થશે રિપીટ 

દસાડાથી નૌસાદ સોલંકી થશે રિપીટ 

ચોટીલાથી ઋત્વિજ મકવાણા થશે રિપીટ 

ટંકારાથી લલિત કગથરા થશે રિપીટ 

કાલાવાડથી પ્રવીણ મુછડીયા થશે રિપીટ 

જામજોધપુરથી ચિરાગ કાલરીયા થશે રિપીટ 

વિસાવદરથી હર્ષદ રિબડીયા થશે રિપીટ 

સોમનાથથી વિમલ ચુડાસમા થશે રિપીટ 

તાલાલાથી ભગા બારડ થશે રિપીટ 

લાઠીથી વીરજી ઠુંમર થશે રિપીટ 

રાજુલાથી અંબરીષ ડેર થશે રિપીટ 

સાવરકુંડલાથી પ્રતાપ દુધાત થશે રિપીટ 

બોરસદથી રાજેન્દ્રસિંહ પરમાર થશે રિપીટ 

આણંદથી કાંતિ સોઢા પરમાર થશે રિપીટ 

મહુધાથી ઇંદ્રજીતસિંહ ઠાકોર થશે રિપીટ 

ઠાસરાથી કાંતિ પરમાર થશે રિપીટ 

બાલાસિનોરથી અજિત ચૌહાણ થશે રિપીટ 

દાહોદથી વજેસિંહ પણદા થશે રિપીટ 

ગરબાદથી ચંદ્રિકાબેન બારૈયા થશે રિપીટ 

માંડવીથી આનંદ ચૌધરી થશે રિપીટ 

વ્યારાથી પુના ગામીત થશે રિપીટ 

વાંસદાથી અનંત પટેલ થશે રિપીટ 

નવા ચેહરાઓ કોણ ?

મહુવાથી કનુ કલસરિયાને અપાઈ ટિકિટ  

અમદાવાદના વેજલપુરથી રાજેન્દ્ર પટેલ ( મકરબા ) ને અપાઈ ટિકિટ 

અમદાવાદના અમરાઇવાડીથી ધર્મેન્દ્ર પટેલને અપાઈ ટિકિટ