ખળભળાટ@પાટણ: એમડી ડોક્ટરનું ખોટું બોર્ડ લગાવી અનેક દર્દીઓ જોઈ લીધા, ડીગ્રી ખોટી જણાતાં કલેક્ટરને ફરિયાદ
drr

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ


પાટણ શહેરમાં એક ડોક્ટર જાહેર ખોટી ડિગ્રીનુ મોટું બોર્ડ લગાવી દર્દીઓની સારવાર કરતાં રહ્યા છે. જોકે સાચા ડોક્ટરોને આ વિષય ધ્યાને આવતાં જે તપાસ કરાવી તેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બીએએમએસ ડિગ્રી છે અને સારવાર કરે છે એમડી તરીકે ડોક્ટર બનીને. આ વાત સામે આવતાં મામલો પાટણ કલેક્ટર સમક્ષ ગયો છે. આ તરફ ડોક્ટર યોગેશ પટેલ અચાનક પોતાની હોસ્પિટલમાંથી ગાયબ થઈ જતાં પાટણ તબીબી આલમમાં ચકચાર મચી જવા પામી છે. બુધવારે ડોક્ટરના ડિગ્રી સર્ટીફિકેટને લઈ વિવાદ ઉભો થતાં આખો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ડોક્ટર યોગેશ પટેલની પોલ ખુલી જતાં 24 કલાક હોસ્પિટલ ખુલ્લી રાખતા ડોક્ટર હોસ્પિટલ અને આઈસીયુને તાળા મારી મંગળવાર સાંજથી જ નિકળી ગયા હતા.

અટલ સમાચારને તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
 

drr,
પાટણાના મેડિકલ ક્ષેત્રમાં છેલ્લા 2 દિવસમાં ગંભીર ચર્ચા અને ચિંતાનો મુદ્દો ઉભરી આવ્યો છે. કેટલાક વર્ષો પહેલાં રાધનપુર અને હાલ પાટણ શહેરમાં એમડી હોવાનો ડોળ કરી પ્રેક્ટિસ કરતાં ડો. યોગેશ પટેલે 2012માં પારુલ યુનિવર્સિટીમાંથી બીએએમએસની ડિગ્રી મેળવેલી છે. એટલે કે તે એમડી મેડિસીનની ડિગ્રી ધરાવતો ન હોવા છતાં પાટણમાં એમડી મેડિસિનની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ગંભીર મામલો બની જતાં સમગ્ર બાબત ગુજરાત મેડિકલ કાઉન્સિલ ખાતે પહોંચી છે. ડો. યોગેશ પટેલ દ્વારા પોતે એમડી નથી પરંતુ બીએએમએસની ડિગ્રી મેળવેલી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આઈએમસી પાટણના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડી.એમ. સોલંકીને અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. આથી જિલ્લા આરોગ્ય અધિકારીએ સમગ્ર વિષયે તપાસ કરી પુરાવાઓ એકત્રિત કરવા કવાયત હાથ ધરી છે.