ચોમાસુઃ હવામાન વિભાગની ભારે આગાહી, આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ
varsad 1

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઇ ચુકી છે. આ સાથે વરસાદ પડવાથી માણસો પણ ઘરમાં પુરાઇ ગયા છે. વહેલી સવારથૂી શરૂ થયેલા વરસાદે હજુ સુધી બંધ થવાનું નામ લીધુ નથી આ સાથે પશુ પંખીઓ પણ પોતાના માળામા બેસી રહ્યા છે. ભારે વરસાદના કારણે આજે વાતાવરણમાં પણ ઠંડીનો અહેસાસ શરૂ થયે છે. વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં સવારે 6 વાગે વરસાદે આગમન કરી લીધુ હતુ.

 અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે.

 સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર ,સોમનાથમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં સોમવારે દોઠ ઈંચ વરસાદ થયો હતો. આ સાથે ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૬,૪૧૦ મિલિમીટર નોંધાયો છે. જિલ્લાના છ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયેલા હોઈ, આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ છે. ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના જે છ જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર હજી પણ વરસાદી પાણીને કારણે વાહન વ્યવહાર માટે બંધ છે. આ ૬ માર્ગો બંધ થવાથી ૯ જેટલા ગામ પ્રભાવિત થયા છે. વહીવટી તંત્રે વાહનચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જોકે વરસાદનું જોર ઘટતા તંત્રએ સર્વે અને રાહત કામગીરીની ઝડપ વધારી છે. સાપુતારા સર્પગંગા તળાવ છલોછલ થતા નયનરમ્ય નજારો સર્જાયો છે. તો ખેડૂતો પણ ખેતી કામમાં જોતરાયા છે.