ક્રાઈમ@અંકલેશ્વર: ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની
બાળકી સાથે શારીરીક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Sep 23, 2024, 14:23 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. પાનોલીમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી.
પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર દશ જ મહિનાની બાળકી સાથે શારીરીક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.