બનાવ@રાજકોટ: 14 વર્ષના બાળકનું ડાયાબીટીસની બીમારીથી મોત નિપજયું
થોડીવાર બાદ અચાનક બેભાન થઈ ગયો હતો
Sep 22, 2023, 20:04 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડાયાબીટીશ એ જીવલેણ રોગ છે.ઘણા લોકો ડાયાબીટીશના રોગથી પીડાતા હોય છે.ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેની ઉંમર 14 વર્ષ હતી.તેના પિતા શશીકાંતભાઈને ગાંધીગ્રામ શેરી નં.4ના ખૂણે ઘર પાસે જ અમૂલ દૂધનું પાર્લર છે.શશીકાંતભાઈએ જણાવ્યું કે તેમને સંતાનમાં એક માત્ર પુત્ર અક્ષત હતો. તેને એકાદ વર્ષથી ડાયાબીટીશની બીમારી હતી.જેની સારવાર પણ ચાલુ હતી. દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી અક્ષત ખુબ બીમાર રહેતો હતો.
ગત રાત્રે અક્ષતે તેના માતા પાસે પાણી પીવા માંગ્યું હતું. પાણી પીધા પછી અક્ષત થોડીવાર બાદ અચાનક બેભાન થઈ ગયો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં ખસેહતા ડોકટરે તપાસીને મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.