બનાવ@અમદાવાદ: ફ્લેટમાં અચાનક આગ લાગતા 15 દિવસના બાળકનું મોત નીપજ્યું , 8 દાઝ્યા

અન્ય 8 લોકો સારવાર હેઠળ 
 
A 15-day-old baby died in a sudden fire in a flat in Ahmedabad

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. જેમાં 15 દિવસના બાળક સહિત 9 લોકો દાઝ્યા હતા.

જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે 15 દિવસના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 8 લોકો સારવાર હેઠળ છે. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવી લીધી હતી. ફ્લેટમાં રહેતા 27થી વધુ લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારી લીધા હતા.

મણિનગર એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. લીના  ડાભીએ વાતચીતમાં જણાવ્યું હતું , કે વહેલી સવારે દાણીલીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગની ઘટનામાં 15 દિવસનું બાળકનું મૃત્યું  થયું. 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત  થયા. 2 લોકો વધુ દાઝી ગયા છે. બીજા લોકોને ધુમાડાની અસર થઇ. હાલમાં તે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 

ફાયર બ્રિગેડ પાસેથી માહિતી મળતા આજે સવારે 6:15 વાગ્યાની આસપાસ  કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. દાણીલીમડા વિસ્તારમાં ગામમાં આવેલા પટેલ વાસમાં ખ્વાજા ફ્લેટ આગ લાગી છે. જેથી જમાલપુર ફાયર  સ્ટેશનની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી. ફાયર બ્રિગેટના કર્મચારીઓ ઘટના સ્થળે પહોચ્યા ત્યારે આગ સીડીમાંથી બીજા માલ સૂધી પહોચી હતી. 

ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ફ્લેટના રહીશોમાં નાસભાગ મચી. ભયનો માહોલ સર્જાયો હતો. પાર્કિંગમાં રહેલું મીટરમાં  આગ લાગી હતી. જેના કારણે પાર્કિંગમાં રહેલું એક્ટીવા અને સાયકલ પણ બળીને ખાક થઇ ગયા. ફ્લેટના ખુબજ  સાકડી જગ્યા હોવાના કારણે આગ તરત બીજા મળે પહોચી ગઈ.

ફ્લેટના દરવાજા સૂધી આગ પહોચતા સ્થાનિક રહીશો બહાર નીકળી ગયા હતા. ત્રણ લોકો સામાન્ય દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી ફ્લેટમાં રહેલા 27 લોકોને સલામત બહાર કાઢ્યા હતા. સાંકડી જગ્યા હોવાના કારણે ફાયર બ્રિગેડનું વાહન અંદર જઈ શક્યું ના હતું. ફ્લેટ પણ ખુબ નાની જગ્યામાં 5 માલ સૂધી ઉભો કરી  દેવામાં આવેલો છે. ફ્લેટની સીડીમાં સમાન હોવાથી લોકો ઝડપી નીચે ઉતરી શક્યા નહિ. 

વાહન પાર્કિંગ માટે કોઈ જગ્યા ન હતી. મીટરની નજીક વાહન મુક્યાં  હતા. જેના કારણે આગ વધારે પ્રસરી હોવાનું પ્રાથિમક રીતે જાણવા મળ્યું છે.