દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ મોત

રાત્રીના સવા અગિયાર વાગ્યાની આસપાસ
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાના બનાવો સામે આવતાજ હોય છે. હાલમાંજ  રાજકોટથી હૃદય કંપાવી ઉઠે એવી દુર્ઘટના સામે આવી છે. તરુણ સંતાનોને માતા પિતા વાહનો ચાલવા આપી દયે છે. જેમાં અકસ્માતનો ભય વધુ રહે છે. ત્યારે અત્રે ઢેબર રોડ પર, અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના પ્રશીલ રમેશભાઈ ગજેરાનું અકસ્માતમાં મોત થયું હતું. મૃતકના પિતા રમેશભાઈ ભગવાનજીભાઈ ગજેરા (ઉ.વ. 42, રહે, આસોપાલવ વાટીકા સોસાયટી ધ્યાની બંગલો, કોઠારીયા)એ જણાવ્યુ કે, હું મારા પરિવાર સાથે રહું છું.

મજુરી કામ કરું છું. મારા પરિવારમાં હું તેમજ મારા પત્ની કિરણબેન તથા બે બાળકો છે.

જેમાં મોટો દિકરો હર્ષીલ (ઉં.વ. 22) તથા નાનો દિકરો પ્રશીલ (ઉ.વ. 16) છે. ગઈ તા.28/10/2023 ના રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ હું અને મારો મોટો દિકરો હર્ષિલ બંને ઘરે હાજર હતા ત્યારે મને મારા દિકરા હર્ષીલે જણાવેલ કે, પ્રશીલના મિત્રનો ફોન આવ્યો છે કે, પ્રશીલનું અકસ્માત થયેલ છે. આહીર ચોક ખાતે તમે આવો. તાત્કાલીક પહેલા હર્ષીલ રવાના થયેલ બાદમા પાંચ દસ મીનીટ બાદ હું અને મારો મિત્ર પંકજભાઈ દોંગા બંને આહીર ચોક ગયેલ. ત્યાંથી સીધા સિવિલ હોસ્પિટલ ગયેલ ત્યારે મારો દિકરો હર્ષીલ પણ ત્યા હાજર હતો અને મારા નાના દિકરા પ્રશીલ ની સારવાર ઈમરજન્સી વોર્ડમાં ચાલુ હતી અને તે કંઈ બોલી શકતો ન હતો અને તેને માથામાં તેમજ ડાબી આંખના ઉપરના ભાગે ઈજા થયેલ હતી.

બાદમાં ચાલુ સારવાર દરમ્યાન લગભગ રાત્રીના બાર વાગ્યાની આસપાસ મારા દિકરા પ્રશીલને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. વધુમાં રમેશભાઈએ જણાવ્યું કે, પ્રશીલ તેના મિત્ર દીપને તેના ઘરેથી મારા વિક્રાંત બાઈક નં. જીજે 03 જેજી 1009મા પાછળ બેસાડી બાલાજી હનુમાનજી મંદીર કરણસિંહજી હાઈસ્કુલ ખાતે ગયેલ હતા. દર્શન કરી ઘરે પરત ફરતા હતા ત્યારે લગભગ રાત્રીના સવા અગિયાર વાગ્યાની આસપાસ આઈ મા રેસ્ટોરન્ટની સામે પહોંચતા રોડ ની સાઈડમાંથી

એક બાઈક નં. જીજે 10 ડીએચ 6033ના ચાલકે રોડ ક્રોસ કરી મારા દિકરા પ્રશીલના બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. બનાવમાં દિપને કમરના ભાગે મુંઢ ઈજા થઈ હતી. સામેના બાઇકમાં પાછળ બેસેલા નયનભાઈ ભોપાલસિંહ બોહરાને પણ શરીરે નાની મોટી ઈજા તથા પગના ભાગે ફેકચરની ઈજા થયેલ હતી. જીજે 10 ડીએચ 6033ના ચાલક સામે ગુનો નોંધાયો હતો. પ્રશીલ ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તેના અકાળે મોતથી પરિવારમાં શોક છવાયો હતો.