બનાવ@સુરત: ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા 17 વર્ષના પુત્રનું મોત નીપજ્યુ

 બાજુના ઘરમાં કૂદી જીવ બચાવ્યો

 
 બનાવ@સુરત: ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા 17 વર્ષના પુત્રનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે.  સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું મોત નિપજ્યું છે. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્યો બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો. જોકે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આંનદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટ જીતુભાઈ કાછડીયા સયુંકત પરિવારમાં  રહે છે. ગ્રાઉન્ડ પ્લસ 2 માળનો બંગલો ધરાવે છે. પરિવારમાં 2 દીકરાઓ છે. મોટો દીકરો અભ્યાસ કાર્ય પછી ધંધો કરે છે. નાનો દીકરો 12 ધોરણમાં અભ્યાસ કરે છે. 

ગ્રાઉન્ડ પ્લસ 2  માળના કોઈ ન હોતું. આખો પરિવાર બીજા મળે સુતો હતો ત્યારેય રાત્રે આગ ફાટી નીકળી હતી. આગે ભિષણરૂપ ધારણ કરી લીધું હતું. આખા ઘરમાં ધુમાડો પ્રસરી ગયો હતો. બીજા મળે 7 સભ્યો સુતા હતા. કાકાને ધુમાડાની  વચ્ચે જઈને જગાડ્યા હતા. બધાએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.  નીચે ઉતરી શકાય એમ ન હતું. 

પરિવારના 6 સભ્યો કુદીને બીજા મકાનના ધાબા ઉપર કુદીને  ગયા હતા. પ્રિન્સ ધુમાડાના કારણે બહાર નીકળી શક્યો નહિ. તે ત્યાજ ફસાઈ ગયો હતો. આગમાં દાઝી જવાના કારણે ઈજાગ્રસ થયો હતો. આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો. ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 

ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો . દરમિયાન 2 માળથી  પ્રિન્સ ગંભીર હાલતમા મળી આવ્યો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. નાના દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.  ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 2 વાગ્યા આસપાસ આગનો કોલ મળ્યો હતો. ત્યારબાદ કાફલો  ઘટનાસ્થળે દોડી ગયો હતો. પાણીનો માર ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યા હતો. 

ઘરના  સભ્યો પણ ફસાયા હોવાની જાણ થઈ હતી. જેકો,તેઓ કુદી જતા બચાવ થયો હતો. જ્યારે એક યુવક ફસાયો હોવાની જાણ થતા તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેને બચાવવામાં સફળતા મળી ન હતી.