ઘટના@ખેડા: ગરબા રમતા સમયે 17 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
પરિવારમાં શોકનો માહોલ છવાયો
Oct 21, 2023, 16:20 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડા જિલ્લાના કપડવંજમાં કોલેજ ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં જાણીતા સમાજ સેવક રિપલ શાહનો દીકરો વીર શાહ પણ ગરબા રમી રહ્યો હતો. જો કે ગરબા રમતા સમયે 17 વર્ષના યુવાન સાથે ગરબા રમતા સમયે અચાનક અજીબ ઘટના બની હતી. તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ હતુ.
જે પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક રીત હાર્ટ એટેકથી તેનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. શારિરીક રીતે સ્વસ્થ યુવાનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.