બનાવ@જામનગર: બોરવેલમાં પડેલા 2 વર્ષના બાળકનું અંતે સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો હતો
 
બનાવ@જામનગર: બોરવેલમાં પડેલા 2 વર્ષના બાળકનું અંતે સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બોરવેલમાં પડેલા બે વર્ષના બાળકનું અંતે સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે આ બાળકને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો છે. નવ કલાકની જહેમત બાદ તંત્રની મહેનત રંગ લાવી હતી. બાળકને બહાર કાઢયા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

જેસીબીથી નજીકમાં ખાડો ખોદીને બાળકને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. બાળકને બોરવેલમાં એક્સીજન પણ પહોંચાડવામાં આવ્યો હતો. ફાયરની ટીમ અને પોલીસની પણ રેસ્ક્યૂની કામગીરીમાં મદદ લેવાઇ હતી.આખરે આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાળકને સફળતા પૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યો છે.

જામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બોરવેલમાં 2 વર્ષનો બાળક રમતા રમતા ખાબક્યો હતો. જે પછી તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. બાળકના રેસ્ક્યૂ માટે NDRFની મદદ લેવામાં આવી હતી.આખરે નવ કલાકની ભારે જહેમત બાદ તંત્રની મહેનત રંગ લાવી અને બાળકને સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવ્યો છે.

બોરવેલમાં ફસાયેલા બાળકને વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે સફળ રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યો છે. જે પછી બાળકને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકના સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટે સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે.

ઘટના કઇક એવી છે કે ગોવાણા ગામમાં 2 વર્ષનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો, જો કે અચાનક તે રમતા રમતા બોરવેલમાં 10 થી 12 ફૂટ ઉંડે ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ અને 108ની ટીમ તેમજ પોલીસ મદદે પહોંચી હતી. બાળકને બહાર કાઢવા રેસ્ક્યુ ટીમની મદદ લેવામાં આવી હતી.વડોદરાના NDRFના હેડ ક્વાર્ટરથી રેસ્ક્યુ માટે જરૂરી આધુનિક સંસાધનો સાથે એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી.