બનાવ@સુરત: 25 વર્ષીય યુવતીએ અગમ્યકારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી

સગાઈની વાત ચાલતી હતી
 
આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. વરાછામાં 25 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મળેલી માહિતી મુજબ, મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીરગરદા તાલુકાના વતની ધીરુભાઈ શટીયા હાલ નવસારીમાં પરિવાર સાથે રહે છે.

ધીરુભાઈ સાડીને સ્ટોન લગાવવાનું કામ કરે છે. તેમજ તેના સંતાન પૈકી 25 વર્ષીય દીકરી પલીબેન 25 વર્ષ વરાછા સત્તાધાર સોસાયટીમાં બહેનપણી સાથે રહેતી હતી. અહિંયા પીલબેન સ્ટોન લગાવવાનું કામ કરતી હતી.

પલીબેને ગુરુવારે સાંજે 5 વાગ્યાના સુમારે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પલીબેનની સગાઈની વાત ચાલતી હતી. જેથી તેણીએ આ પગલું ભર્યું હોવાની સંભાવના પોલીસ દ્વારા વ્યકત કરાઇ છે.