ઘટના@રાજકોટ: જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન

યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
 
ઘટના@રાજકોટ: જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવ વધતા ચિંતા વ્યાપી ગઈ છે. રાજકોટમાં જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે આ બનાવ બન્યો હતો. જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જતીન સરવૈયાના મોતથી પરિવારજનો તથા આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.