બનાવ@રાજકોટ: વેસ્ટ સોસાયટીમાં 52 વર્ષીય આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો
પગ કાપવો પડશે તેના ભયથી આધેડે ઝેરી દવા પી
Mar 24, 2024, 14:48 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. રાજકોટની વિરાણી હાઇસ્કૂલ પાછળ રામકૃષ્ણ વેસ્ટ સોસાયટીમાં રહેતાં 52 વર્ષીય મયુરસિંહ જીલુભા ડાભીએ ગઈકાલ સાંજે પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તાકિદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવારમાં દમ તોડી દીધો હતો.
મયુરસિંહને વીસેક દીવસથી પગમાં રસી થયા હોય તેની સારવાર ચાલી રહી હતી. જો કે, રસી થવાના કારણે પગ કાપવો પડશે તેના ભયથી આધેડે ઝેરી દવા પી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક આત્મીય કોલેજમાં સિક્યુરિટીમાં નોકરી કરતા હતા. તેઓ બે ભાઈ એક બહેનમાં મોટાં હતાં. તેઓને સંતાનમાં એક પુત્ર છે. બનાવની જાણ થતા એ-ડિવિઝન પોલીસે તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધતી છે.