બનાવ@અમરેલી: નદીના પટમાથી સાવજે દોટ મુકી 7 વર્ષીય બાળકને ફાડી ખાધો

બનાવની જાણ થતા લીલીયા રેંજના આરએફઓ ગલાણી સ્ટાફ સાથે અહી દોડયા હતા.
 
બનાવ@અમરેલી: નદીના પટમાથી સાવજે દોટ મુકી 7 વર્ષીય બાળકને ફાડી ખાધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વન્યપ્રાણીઓની ગ્રામ્ય વિસ્તારમાં લટાર સતત વધી રહી છે. જેથી વન્યપ્રાણીઓ લોકો પર હુમલા કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ અવાર નવાર સામે આવે છે. ત્યારે આજે અમરેલીમાં સિંહે એક 7 વર્ષના માસૂમને ફાડી ખાંધો છે, સિંહે માસૂમનું શરીર ચૂંથી નાખ્યું હતું. મોઢું-હાથ-પગના ટુકડા કરી નાખ્યા હતા. જે ટુકડા ભેગા કરતાં વનવિભાગ પણ થાક્યું હતું. સિંહે હુમલો કર્યો હોય તેવી તો અનેક ઘટનાઓ છે પણ સિંહનો આટલો ભયાનક હુમલો આ પહેલા સાયદ જ ક્યારેય જોવા મળ્યાં હોય.

અમરેલી તાલુકાના પાણીયા ગામની સીમમા મધ્યપ્રદેશનો પરિવાર બાવળ કાપવાની મજુરીનુ કામ કરતો હોય ત્રણ બાળકો સવારે નદીએ પાણી ભરવા ગયા હતા ત્યારે નદીના પટમાથી સાવજે દોટ મુકી સાત વર્ષીય બાળકને પકડી ફાડી ખાધો હતો. જયારે બે બાળકી નાસી જતા બચી ગઇ હતી.

અમરેલી પંથકમા સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માણસોને અને ખાસ કરીને નાના બાળકોને શિકાર બનાવાતા હોવાની ઘટનાઓ વધી રહી છે અને આજે આવી વધુ એક ઘટના અમરેલી તાલુકાના પાણીયા ગામની સીમમા બની હતી. જયાં મધ્યપ્રદેશના ખેત મજુર પરિવારના સાત વર્ષના બાળક રાહુલ નરૂભાઇ બારીયાને એક સાવજે ફાડી ખાધો હતો. નરૂ બારીયા અને અન્ય મજુરો અહી બાવળ કાપવાની મજુરી માટે આવ્યા છે. ગૌચરની જમીનમાથી બાવળ દુર કરવાની તેણે ગ્રામ પંચાયતે મંજુરી આપી હતી.

સાવજોના આ વિસ્તારમા ઝુંપડુ પણ બાંધ્યા વગર આ મજુરો ખુલ્લામા રહેતા હતા. રાત્રીના સમયે આ વિસ્તારમા સાવજો ગર્જનાઓ કરતા હોવા છતા તેઓ સીમમાથી હટયા ન હતા. સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે રાહુલ અન્ય બે બાળકી સાથે બાજુમા નદીના પટમા વાસણમા પાણી ભરવા માટે ગયો હતો. આ સમયે નદીના પટમા રહેલા એક સિંહે તેમને શિકાર બનાવવા દોટ મુકી હતી. બે બાળકી નાસી જવામા સફળ રહી હતી પરંતુ સાવજ રાહુલને લઇ બાવળની કાટમા ચાલ્યો ગયો હતો અને ફાડી ખાધો હતો. પરિવારે શોધખોળ કરતા માત્ર રાહુલનુ માથુ અને પગના નીચેના હાડકા મળ્યાં હતા. તેના અવશેષોને પીએમ માટે અમરેલી સિવીલમા ખસેડાયા હતા.

બનાવની જાણ થતા લીલીયા રેંજના આરએફઓ ગલાણી સ્ટાફ સાથે અહી દોડયા હતા. બાળકને ફાડી ખાનાર સિંહને પકડવા અહી પાંજરા ગોઠવાયા હતા. વનવિભાગે આ વિસ્તારમાથી બે સિંહને ઝડપી લઇ ક્રાંકચના એનીમલ કેર સેન્ટરમા ખસેડયા છે.> જયન પટેલ, ડીએફઓ, પાલિતાણા શેત્રુંજય ડિવીઝન

લીલીયાના આરએફઓ બી.જી.ગલાણીએ જણાવ્યું હતુ કે પકડાયેલા બંને સિંહની ઉલટી અને મળના નમુના લઇ એફએસએલ દ્વારા તપાસ કરાશે અને કયા સિંહે બાળકને ફાડી ખાધો હતો તે નક્કી કરાશે. બનાવની કરૂણતા એ છે કે માસુમ બાળકનો મોટાભાગનો દેહ સિંહ ખાઇ ગયો હતો માત્ર માથુ અને પગના નળાના ભાગના અવશેષો મળ્યાં હતા. પરિવાર પ્લાસ્ટિકની થેલીમા આ અવશેષ લઇ હોસ્પિટલે પહોંચ્યો હતો. બાળકના અવશેષો પ્લાસ્ટિકની થેલીમાં લઇ હોસ્પિટલે પહોંચ્યા એમપીનો મજુર પરિવાર ગૌચરમાંથી બાવળ કાપવા રોકાયો 'તો