હડકંપ@કડી: ભાજપના વરિષ્ઠ નેતા કમ બિલ્ડર વિરૂદ્ધ ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપ, કાર્યકર્તાનો મોટો દાવો

 હવે જાણીએ સમગ્ર અહેવાલ.
 
હડકંપ@કડી: ભાજપના વરિષ્ઠ નેતા કમ બિલ્ડર વિરૂદ્ધ ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપ, કાર્યકર્તાનો મોટો દાવો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


કડીમાં અગાઉ અને હાલે ચાલી રહેલી રહેણાંકી બાંધકામની સ્કીમમાં ગેરરીતિના આક્ષેપની બૂમરાણ સોશ્યલ મીડિયામાં ચાલી રહી છે. જેમાં ખોટાં કાગળો આધારે મંજૂરીઓ, બોગસ ફોટાઓ, વીજલાઇનના ભંગ સહિતના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. આ આક્ષેપ ભાજપના વરિષ્ઠ નેતા અને બિલ્ડર એવા રાજેશ શુક્લા વિરૂદ્ધ છે અને ખુદ ભાજપી કાર્યકર્તા કરી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં આક્ષેપ સંબંધિત ફોટા, સરકારી કાગળ અને સામે જોગવાઈ સહિતના કાગળો મૂકી ભ્રષ્ટાચારનો જાણે ઘટસ્ફોટ કરી રહ્યા છે. આ અંગે ભાજપી કાર્યકર્તા બિપીન પટેલે જણાવ્યું હતું કે, "આ નેતા અને પુત્રની મોટાભાગની સ્કીમમાં ખોટું થયું છે જે હું સોશ્યલ મીડિયામાં ખુલ્લેઆમ મૂકી રહ્યો છુ". હવે જાણીએ સમગ્ર અહેવાલ.

મહેસાણા જિલ્લાના કડીમાં રાજેશ શુક્લા ભાજપના આગેવાન ગણાય છે અને હાલે અરવલ્લી જિલ્લા પ્રભારી છે. હવે આ શુક્લાજી અગાઉ બિલ્ડર લાઇન સાથે હતા અને હાલે તેમના પુત્ર બિલ્ડર તરીકેનો વ્યવસાય કરે છે ત્યારે વિવિધ બાંધકામ સાઇટમા ખોટું થયાની ફરિયાદ સ્થાનિક ભાજપી કાર્યકર્તા બિપીન પટેલ ઉઠાવી રહ્યા છે. બિપીન પટેલ ફેસબુકમાં રાજેશ શુક્લા અને તેમના પુત્રની બાંધકામ સાઇટ વિરૂદ્ધ સવાલો ઉભા કરી રહ્યા છે. જેમાં તાજેતરની એક સાઈટ સામે વિજવિભાગના જેટકો દ્રારા કાર્યવાહીની નોટીસ ફટકારવામાં આવી હોવાનો કાગળ સોશિયલ મીડિયામાં મૂકી ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. આ સાથે વારસાઇના એક પત્રમાં પણ પેઢીનામા મામલે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાંચો નીચેના ફકરામાં.

સમગ્ર મામલે આક્ષેપ કરનાર બિપીન પટેલ સાથે વાત કરતાં જણાવ્યું કે, આ લોકોની સ્કીમમાં ખોટું થતું હોઈ વહીવટીતંત્રમાં રજૂઆતો કરી રહ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી ચોરી, બોગસ ફોટા બતાવવા, એન.ઓ.સી બાદ શરતભંગ, સરકારના વિવિધ વિભાગોની નોટીસ છતાં કોઈ કાર્યવાહી થતી નથી તેમ બિપીન પટેલે જણાવ્યું હતુ. પુરાવા છતાં કાર્યવાહી નહી કરનાર કર્મચારીઓ વિરૂદ્ધ પણ બિપીન પટેલે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં જણાવ્યું કે, ""ભલે છાવરવામાં આવે પરંતુ છેક સુધી લડત આપી ભ્રષ્ટાચાર/ગેરરીતિ ઉજાગર કરીશું"".