વહીવટ@ડાંગ: ગ્રામ પંચાયતે 20 લાખનું ટેન્ડર કર્યું, ઘટતાં ડોક્યુમેન્ટની ચોખવટ વગર વેચાણકર્તાને ઉડાવ્યા, મોટો ઘટસ્ફોટ

ટેન્ડરમાં પારદર્શકતા મુદ્દે તપાસ કેમ જરૂરી?
 
 
વહીવટ@ડાંગ: ગ્રામ પંચાયતે 20 લાખનું ટેન્ડર કર્યું, ઘટતાં ડોક્યુમેન્ટની ચોખવટ વગર વેચાણકર્તાને ઉડાવ્યા, મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

આહવા તાલુકા પંચાયતની આહવા ગ્રામ પંચાયતે સરેરાશ 20 લાખના ખર્ચે સ્વચ્છતા માટેના સાધનો ખરીદવા દોડધામ કરી છે. જેમાં ઓનલાઇન ટેન્ડર પ્રસિધ્ધ કર્યા બાદ અચાનક એકીસાથે તમામ આવેદકોને ઉડાવી દીધા હતા. આ પછી તત્કાલીન તલાટીએ જણાવ્યું કે, ભૂલથી બધાને રદ્દ કર્યા પરંતુ ફરીથી અરજી કરશે એટલે ટેકનિકલ ચકાસણી હાથ ધરાશે. આ પછી કેટલાક આવેદકોએ ફરીથી અરજી કરી પરંતુ ઈરાદાપૂર્વક બીજીવાર પણ અનેક આવેદકોને ઉડાવી દીધા. સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો કે, જે અરજદારોને રદ્દ કર્યા તેઓને ચોક્કસ ડોક્યુમેન્ટની ચોખવટ વગર કરાઇ નથી તેવી બૂમરાણ મચી છે. આ પછી જે થયું તે શંકાસ્પદ, ચોંકાવનારૂ અને ગંભીર સવાલો ઉભા કરે તેવું છે. આ સાથે ડીડીઓએ શું કહ્યું તે પણ સમજીએ.

વહીવટ@ડાંગ: ગ્રામ પંચાયતે 20 લાખનું ટેન્ડર કર્યું, ઘટતાં ડોક્યુમેન્ટની ચોખવટ વગર વેચાણકર્તાને ઉડાવ્યા, મોટો ઘટસ્ફોટ
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે ત્યારે આહવા એક ગ્રામ પંચાયત પણ છે. હવે કેટલાક દિવસો અગાઉ આહવા ગ્રામ પંચાયતે 20 લાખના ખર્ચે ઈ રિક્ષા સહિતના વાહનો, સાધનો ખરીદવા ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર પ્રક્રિયા કરી છે. જેમાં અનેક ઉત્પાદકો, વેચાણકર્તાઓએ અરજી કરી હતી પરંતુ કોઈ કારણસર વિના કારણે અનેક અરજીઓ રદ્દ થતાં વેચાણકર્તા ચોંકી ગયા હતા. આ પછી તત્કાલીન તલાટીએ જણાવ્યું કે, ભૂલથી બધા આવેદકો રદ્દ થયા હોઇ ફરીથી અરજી મેળવવી પડશે. આવી સ્થિતિમાં વેચાણકર્તાઓએ ફરીથી અરજી કરી તો ફરીથી અનેકની અરજી કોઈ ચોક્કસ ડોક્યુમેન્ટ ખૂટે છે કે કેમ તેની ચોખવટ કર્યા વગર રદ્દ કરતાં હડકંપ મચી ગયો છે. હાલત એવી બની છે કે, આવેદકોને ખબર નથી કે, કયા ડોક્યુમેન્ટની પૂર્તતા બાકી છે. નીચેના ફકરામાં વાંચો વધુ ચોંકાવનારી વિગતો.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરીથી કયા કારણોસર અને કયા ડોક્યુમેન્ટની આપૂર્તિ નથી તે પૂછતાં તલાટીએ કહ્યું કે, મારી બદલી થઇ ગઈ છે. આ પછી કેટલાક દિવસો બધું ઠંડું પડી જતાં અચાનક આવેદકોને ખબર પડી કે, માત્ર 2 વેચાણકર્તાને મંજૂર કરી આગળની પ્રક્રિયા હાથ ધરી છે. ટેન્ડરમાં જે ગતિવિધિ થઈ તેનાથી અનેક ગંભીર સવાલો ઉભા થતાં સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ શરૂમાં જણાવ્યું કે, તપાસ કરાવી લઉં, જો ખોટું થયું હશે તો ટીડીઓની જવાબદારી નક્કી થશે. આ પછી બીજીવાર પૂછતાં જણાવ્યું કે, ધોરણસરની અરજી આવશે તો કાર્યવાહી થશે. આ બાબતે રાજકીય બાબત છે કે કેમ, તે જાણવા અને પારદર્શકતા માટે જીલ્લા પંચાયત પ્રમુખને જણાવતાં કહ્યું કે, જીલ્લા પંચાયતની કોઈ જવાબદારી નથી. 


ટેન્ડરમાં પારદર્શકતા મુદ્દે તપાસ કેમ જરૂરી?

ટેન્ડરમાં વારંવાર અરજી લેવાની અને અલગ અલગ કારણોસર રદ્દ કરવાની ગતિવિધિ શંકાસ્પદ છે. આ સાથે અચાનક માત્ર 2 વેચાણકર્તાઓ વચ્ચે હરિફાઇ થવી કે થવા માટે કોઈ દોરીસંચાર છે ? તે પણ ગંભીર સવાલો ઉભા કરે છે. સરેરાશ 20 લાખના ટેન્ડરમાં જીલ્લા પંચાયતની મહત્વની જવાબદારી હોવાનું તત્કાલીન તલાટીએ જણાવ્યું હોવાથી સંપૂર્ણ પારદર્શકતા માટે ટેન્ડર પ્રક્રિયાની તપાસ જરૂરી બની છે.