બનાવ@ગુજરાત: નહેરમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી

અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી
 
ગુજરાતઃ પેન્શન લેવા ગયેલ મહિલાની લાશ મળી, રેપ વિથ મર્ડરની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. માંગરોળ તાલુકાના ચરેઠા ગામેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા નહેરમાં તણાઈ આવેલ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.

શાહ ગામના મહેશભાઈ ઉમેશભાઈ વસાવા ને ચરેઠા ગામના લોકોની વાતો વાતોથી જાણવા મળેલ કે,ચરેઠા ગામની સીમમાં આવેલ કાકરાપાર નહેરના જમણા કાંઠે ઊંડા પાણીમાં કોઈ અજાણ્યા ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ પડેલ છે. જેથી તેઓ શાહ ગામ થી ચરેઠા ગામે પહોંચ્યા હતા ત્યારે એક અજાણ્યા પુરૂષ ઈસમની લાશ નહેરમાં નજરે જોઈ હતી જે લાશ ચત્તી હાલતમાં હતી જેની ઉંમર આશરે 30થી 32 વયની છે. સદર લાશને જોતા તે શરીરે મજબુત બાંધાનો છે. રંગે શ્યામ વર્ણનો છે જેના વાળ કાળા કલરના તથા માથાના ભાગે ઘસાવાથી અર્ધા વાળ માથાના ભાગથી નીકળી ગયેલ હાલતમાં છે. ઉંચાઈ આશરે ૫ / ૫ ફુટ જેટલી છે જેના શરીર ઉપર શરીરે જાંબલી તથા સફેદ ડિઝાઇન વાળુ લાંબી બાયનું શર્ટ પહરેલ છે

તેમજ ગ્રે કલરનો પેન્ટ પહેરેલ છે. તેમજ પેન્ટના અંધરના ભાગે કથ્થઇ કલરનૂ જાંઘીયું પહેરેલ છે.મરણ જનાર અજાણ્યા ઈસમની છાતીના ભાગે ઘસાય ગયેલા ના નિશાન છે આ ઘટનાની જાણ તેમણે પોલીસને કરી હતી. પોલીસે આવી નહેરમાંથી લાશ બહાર કાઢી લાશને પીએમ કરાવવા માટે લઈ જવામાં આવી હતી મૃતકના વાલી વારસો મળી રહે એ હેતુથી હાલ લાશને કોલ્ડરૂમ માં રાખવામાં આવી છે.