ક્રાઈમ@ખેડા: પોલીસ કર્મચારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, જાણો સમગ્ર બનાવ

જેમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આ યશપાલે તેણીની સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો છે.
 
અમદાવાદ: ભાજપના યુવા મોરચાએ શ્રમજીવી મહિલા પર દુષ્કર્મ આચર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ દિવસે-દિવસે ખુબજ વધી રહ્યા છે. ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં એક ડિવોર્સી યુવતીએ જિલ્લા પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી યશપાલસિહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આ યશપાલે તેણીની સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો છે. આ બન્ને વચ્ચે 7 મહિના સુધી રિલેશનશીપ રહી હતી. પોલીસકર્મીની પત્ની-બાળકોની જાણ થતાં ડિવોર્સી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતીએ આજે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું કે, ગત એપ્રિલ માસમાં તેને ખેડા જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિહ કિશોરસિંહ ઝાલા સાથે પરિચય થયો હતો. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યાં હતા. એ બાદ આ બંને લોકો અવારનવાર રૂબરૂ મળતા અને વાત પ્રેમસંબંધ સુધી પહોંચી હતી. જે બાદ બંને વચ્ચે શારિરીક સંબંધ પણ બંધાયો હતો. જોકે, પોલીસ કર્મી યશપાલસિહ કિશોરસિંહ ઝાલાએ લગ્નની લાલચ આપી આ સંબંધ બાંધ્યા હોવાનું યુવતીએ પોલીસ સમક્ષ કહેતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. નડિયાદ પશ્ચિમ પોલીસે બીએનએસ કલમ 69 અને 351 (3) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ મામલે નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વી.આર.બાજપાયે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ગુનામાં પોલીસે આરોપીની અટકાયત કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, ફરિયાદી બહેન પોતે ડિવોર્સી છે અને આરોપી પોલીસ કર્મચારી પોતે પરીણિત છે. બનાવ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.