ઘટના@જૂનાગઢ: એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટરને અચાનક હાર્ટએટેક આવતા મોત

સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા
 
ઘટના@જૂનાગઢ: એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટરને અચાનક હાર્ટએટેક આવતા મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકનાં કારણે મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. જૂનાગઢમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટરને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું.. જૂનાગઢના માંગરોળ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર સિદ્ધરાજભાઈ ચુડાસમા ટીસી ઓફિસમાં હતા તે સમયે તેમને છાતીમાં દુખાવો થયો.

તેમની આસપાસ હાજર ફરજ પરના કર્મીઓ તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા. જોકે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. ઘરના મોભીનું અચાનક અવસાન થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. 3 મહિનાની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા સમગ્ર પરિવાર હીબકે ચડ્યો છે.