ગુનો@મોરબી: રવિરાજ ચોકડી પાસે ડ્રાઈવરોએ નવા કાયદાના વિરોધમાં રોડ બ્લોક કરી ચક્કાજામ 9 વિરુદ્ધ ગુનો નોંધાયો

નવ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
 
ગુનો@મોરબી: રવિરાજ ચોકડી પાસે ડ્રાઈવરોએ નવા કાયદાના વિરોધમાં રોડ બ્લોક કરી ચક્કાજામ 9 વિરુદ્ધ ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રવિરાજ ચોકડી પાસે ડ્રાઈવરોએ નવા કાયદાના વિરોધમાં રોડ બ્લોક કરી ચક્કાજામ કરી દીધો હોય ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને નવ જેટલા ઇસમોને અટકાયતમાં લીધા હતા અને રસ્તે આવતા જતા વાહનોને રોકી ગેરકાયદે અવરોધ પેદા કરતા નવ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા મનીષભાઈ લલીતભાઈ બારૈયાએ આરોપીઓ શનિભાઈ રમેશભાઈ વાંજા, મુકેશભાઈ બાબુભાઈ કોળી, શંકરભાઈ ભવરસિંગ ભીલ, મુકેશભાઈ તેરૂભાઈ ભીલ, મહેશભાઈ માધુભાઈ જાદવ, રાજુભાઈ જવસિંગ પરમાર, જગદીશભાઈ હેમરાજભાઈ માંડવીયા, મનુભાઈ ધનજીભાઈ ડાભી અને રમેશભાઈ જેઠાભાઈ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જાન્વ્યું છે કે રવિરાજ ચોકડી નેશનલ હાઈવે પર અમુક ટ્રક ડ્રાઈવરો હાઈવે રોકી ચક્કાજામ કરી રસ્તો બંધ કરી દીધો હતો.  વાહન પસાર થવા દેતા ના હતા. જેથી મોરબી તાલુકા પોલીસ ટીમ તા. ૩૦ ના રોજ સવારે ૧૦ : ૩૦ વાગ્યે સ્થળ પર પહોંચી હતી. જ્યાં કેટલાક લોકો રોડ બંધ કરી ઉભા હતા. વાહનોને રોકતા હતા જે ટ્રક ડ્રાઈવરો નવા કાયદા વિશે ગેરસમજ ઉભી કરીને ભડકાવતા હતા અને વાહનવાળાને પસાર થવા દેતા ના હોય આગળ જશો તો હેરાન થાશો તેમ જણાવતા હતા.  જેથી નવ ઈસમોની અટકાયત કરી હતી તેમજ અન્ય ૮ થી ૧૦ ઈસમો ભાગી ગયા હતા. તેમ પકડાયેલ ઇસમોએ જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.