બનાવ@રાજકોટ: યુવતી સાથે વાત કરવાના મુદ્દે બબાલ થતા નશામાં ધૂત શખ્સે યુવકના ઘરમાં ઘુસી તેને ઇટના ઘા મારી લોહી લુહાણ કર્યો

ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
 
બનાવ@રાજકોટ: યુવતી સાથે વાત કરવાના મુદ્દે બબાલ થતા નશામાં ધૂત શખ્સે યુવકના ઘરમાં ઘુસી તેને ઇટના ઘા મારી લોહી લુહાણ કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

યુવતી સાથે વાત કરવાના મુદ્દે બબાલ થતા નશામાં ધૂત શખ્સે યુવકના ઘરમાં ઘુસી તેને ઇટના ઘા મારી લોહી લુહાણ કર્યો હતો. આ મામલે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી પારસભાઇ ઢગલારામ તવરે આરોપી સંજય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,તા.૨૩ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પારસભાઇ જામનગર રોડ પર, ઘંટેશ્વર ૨૫ વારીયામાં આવેલ કરિયાણાની દુકાનમાં કરિયાણાનો સામાન લેવા માટે ગયા હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જ્યાં દુકાનદારની દીકરી પારસભાઈને સામાન આપતી હોય અને પારસભાઈ સાથે વાતચીત કરતી હોય ત્યારે ત્યાં બાજુમાં ઉભેલા અને પારસભાઈના ઘરની પાછળ રહેતા આરોપી સંજયને આ ગમ્યું ન હતું . તેણે પારસભાઈને ગાળો આપીને એવું કહ્યું હતું કે, તારે આ દુકાને સામાન લેવા આવવું નહીં. જેથી પારસભાઈએ પ્રત્યુતર સ્વરૂપે કહ્યું હતું કે, હું રોજ અહીં સામાન લેવા આવું છું. એમાં તમે મારી સાથે શું કામ માથાકૂટ કરો છો. તેમ કહેતા આરોપી સંજય વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને તે પારસભાઈને બેફામ ગાળો આપવા લાગ્યો હતો જેથી પારસભાઈ ત્યાંથી જતા રહ્યા હતા.  પોતાના રહેણાંક ૨૫ વારીયા કવાર્ટર ખાતે આવી ગયા હતા.
આ બનાવ બાદ પારસભાઈ પોતાના ક્વાર્ટરમાં રસોઈ બનાવી રહ્યા હતા. એ સમયે દારૂ ઢીંચીને ઈંટ લઈને આરોપી સંજય પારસભાઈના ક્વાર્ટરમાં આવ્યો હતો.  તેણે ઇટના બે ત્રણ ઘા પારસભાઈના માથામાં માર્યા હતા. જેને પગલે પારસ ભાઈના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.  આ મારામારી દરમ્યાન દેકારો થતાં આરોપી સંજય ની માતા અને બહેન પારસ ભાઈના ઘરે દોડી આવ્યા હતા અને પારસભાઈને છોડાવીને આરોપી સંજયને પોતાની સાથે લઈ ગયા હતા. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.