બનાવ@બોટાદ: હીરા વેપારીએ ગઢડાના કાળુભાર ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

6 હિરા દલાલ અને વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
 
બનાવ@ભાવનગર: હીરા વેપારીએ ગઢડાના કાળુભાર ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગરના હીરા વેપારીએ ગઢડાના કાળુભાર ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. લશ્કર નાગજી મકવાણા નામના વ્યક્તિએ શુક્રવારે ડેમમાં ઝંપલાવ્યું હતું અને આત્મહત્યા કરી હતી. ડેમમાંથી શનિવારે હીરાના વેપારીનો મૃતદેહ મળ્યો હતો. લશ્કરભાઈએ આપઘાત કરતા પહેલા ઘરે ફોન કરી વાત પણ કરી હતી.

હીરાના ધંધામાં ખોટ જવાથી દેવું થઈ જતા પગલું ભર્યું હોવાનું હિરાના વેપારીના પુત્રએ નિવેદન આપ્યું હતું. ભાવનગરના હીરા વેપારીને 9 કરોડનું દેવું થઈ ગયું હતું. મૃતકના પુત્રએ 6 હિરાના દલાલ અને વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સતત ઉઘરાણી કરી ધાકધમકી આપતાં હોવાનો આક્ષેપ કર્યો છે.

હિરા વેપારીના પુત્રએ કહ્યું કે ભાવનગરના કેટલાક લોકો સતત ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હોવાનો પર આક્ષેપ કર્યો છે. પુત્રએ દાવો કર્યો છે કે મારા પિતાએ કંટાળીને આપઘાત કર્યો છે. જ્યારે હીરા વેપારીના પુત્રએ માગ કરી છે કે જવાબદોરો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. હીરા વેપારીના મૃતદેહને ડેમમાંથી કાઢી પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. ગઢડા પોલીસે આ ઘટના પર વધુ તપાસ હાથ ધરી છે.