બનાવ@અરવલ્લી: ગાયની અડફેટના કારણે એક ખેડૂતનુ મોત નિપજ્યુ ,વધુ વિગતે ઘટના જાણો

 ખેડૂત ખેતરે જવા નિકળ્યા હતા
 
 બનાવ@અરવલ્લી: ગાયની અડફેટના કારણે  એક ખેડૂતનુ મોત નિપજ્યુ ,વધી વિગતે ઘટના જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 મોડાસામાં ગાયની અડફેટે એક ખેડૂતનુ મોત નિપજ્યુ છે. મોડાસા થી મેઘરજ રોડ પર આવેલ બ્લોક ફેક્ટરી વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી. મોડાસાની પારસ સોસાયટીમાં રહેતા ખેડૂત ખેતરે જવા નિકળ્યા હતા એ દરમિયાન ગાયે તેમને રસ્તામાં અડફેટે લીધા હતા. ગાયોનુ ટોળુ રસ્તા વચ્ચે આવી ગયુ હતુ. આ દરમિયાન તેઓ ગાય સાથે અથડાઈ પડ્યા હતા અને બાઈક સ્લીપ ખાઈ જતા તેમને ગંભીર ઈજાઓ માથાના ભાગે પહોંચી હતી. જ્યાં તેમનુ મોત નિપજ્યુ હતુ.

65 વર્ષીય ખેડૂત વાલજીભાઈ વણકર ગેબી વિસ્તારમાંથી પસાર થવા અકસ્માતનો ભોગ બન્યા હતા. જ્યા ગાયોનુ ટોળુ હોવાને લઈ તેઓએ સાવચેતી જાળવવા માટે બાઈકને બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન તેઓ સ્લીપ ખાઈ જવા પામ્યા હતા. જેને લઈ તેઓને નજીકમાં મોડાસાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે મોડાસા રુરલ પોલીસે અકસ્માતની તપાસ શરુ કરી છે.