ઘટના@જામનગર: રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી અને ભારે દોડધામ મચી
ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
Apr 15, 2024, 18:19 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના ભયાનક બનાવો સામે આવતા હોય છે. જામનગરમાં રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકતા ભારે દોડધામ મચી ગઇ હતી.
ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સદનસીબે બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. આગના કારણે રસોડાનો સામાન બળી ગયો હતો. જામગનરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં શ્રીકૃષ્ણ મેરેજ હોલ સામે આવેલા દ્રારકેશ ટેનામેન્ટમાં ગેસના બાટલાની નળી લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી.
આથી ભારે દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને એક ગાડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ લાગતા સમયસૂચકતા વાપરી પરિવારના સભ્યો બહાર નકળી જતા જાનહાનિ ટળી હતી.