દુર્ઘટના@સુરત: ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જરીનાં કારખાનામાં આગ લાગતા દોડધામ

આગથી કારખાનામાં રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જરી કારખાનામાં આગ લાગવાની ઘટના બનતા ઉધના ફાયર સ્ટેશન સહિતની અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતી. આગથી કારખાનામાં રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

ગ્રાઉન્ડ પ્લસ ટુ માળના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવતા ઉધના ફાયર સ્ટેશનની ગાડીઓ આગ ઉપર કાબુ મેળવવા માટે પહોંચ્યા હતા. જરીના કારખાનામાં ખૂબ જ ઝડપથી પ્રસરી જતી હોય છે. જરી બનાવતા કારખાનામાં રો-મટિરિયલ પણ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે આ ઝડપથી લાગી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ગણતરી મિનિટોમાં પહોંચી જતા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જો કે, મટિરિયલ ખૂબ જ્વલંત સીલ હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવા માટે પણ જહેમત ઉઠાવવી પડી હતી. આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ આગ લાગવાને કારણે ફફડાટ ફેલાઈ ગયો હતો.

ફાયર ઓફિસર પ્રગ્નેશ પટેલે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ ઉધના ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે કોઈપણ વ્યક્તિ અંદર કામ કરતું ન હોવાનું અમને જાણવા મળ્યું હતું. પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. મોટા પ્રમાણમાં કારખાનાની અંદર બોબીનનો પણ જથ્થો હતો, જેને કારણે આ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ડીજીવીસીએલના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.