રિપોર્ટ@ભુજ: 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી ફસાયેલી યુવતીનું મોત

ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી છે.
 
રિપોર્ટ@ભુજ: 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી ફસાયેલી યુવતીનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. જે યુવતીને બચાવવા કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

જે યુવતીનું તંત્રએ રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ યુવતીને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી ફસાયેલી યુવતીનું મોત થયું છે. તંત્ર માટે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચેલેન્જિંગ રહ્યું હતું.

આ યુવતીને 32 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી છે. હાલ પોલીસ પ્રશાસન દ્વારા યુવતીના પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

32 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી જતી હતી.

જેથી ટીમ માટે યુવતીનું રેસ્ક્યૂ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું, પરંતુ અંતે ટીમે યુવતીનું રેસ્ક્યૂ કરી લીધું છે. જોકે, યુવતીનો જીવ બચાવવામાં સફળતા મળી નથી.