રિપોર્ટ@સુરત: ઉંચી ટકાવારીનું વ્યાજ વસુલતા માથાભારે વ્યાજખોરનો વરઘોડા કાઢવામાં આવ્યો

વ્યાજખોરનો વરઘોડા કાઢવામાં આવ્યો
 
રિપોર્ટ@સુરત: ઉંચી ટકાવારીનું વ્યાજ વસુલતા માથાભારે વ્યાજખોરનો વરઘોડા કાઢવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ ખુબજ વધી ગયો છે. હાલમાંજ એક વ્યાજખોરની પોલીસે અટકાયત કરી છે. સુરતમાં ઉંચી ટકાવારીનું વ્યાજ વસુલતા માથાભારે વ્યાજખોરનું સરઘસ કાઢવામાં આવ્યું.

લાલી પંજાબીને રસ્તા પર હાથકડી પહેરાવી તેની ઓફિસ સુધી વરઘોડા કાઢ્યો. લાલીને સાથે રાખી તેની ઓફિસમાં તપાસ કરાઈ હતી. વ્યાજખોર લાલીની સંપત્તિની તપાસ ઈડી અને આઈટીને સોંપવામાં આવી છે.